હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી
Updated: Apr 23rd, 2025
GS TEAM
First Picture of a Pahalgam Attack Terrorist: પહલગામમાં આતંકવાદી હુમલો કરનારા હુમલાખોરોમાંથી એકની તસવીર સામે આવી છે. જેમાં આતંકવાદી પઠાણી સૂટ પહેરેલો અને હાથમાં હથિયાર સાથે જોવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ આ ફોટા સાથે સંકળાયેલા તમામ શંકાસ્પદોની તપાસ શરૂ કરી દીધી છે. ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ કેટલાક આતંકવાદીઓએ પહલગામના બૈસરનમાં એક રિસોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને 13 લોકો હજુ પણ ઘાયલ હોવાના અહેવાલ છે.
સુરક્ષા એજન્સીઓ કરી રહી છે તપાસ
Source: Gujarat Samachar | Language: Gujarati