Grahak Chetna

"Your Voice, Your Power!"

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના મોત:1ની હાલત ગંભીર; પોક્સો કેસની તપાસ અર્થે પંજાબ જતી ગુજરાત પોલીસની ગાડી હાઇવે પર પાર્ક વાહન સાથે અથડાઈ

Spread the love

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહન સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરકારી બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. અક્સ્માતના સમાચાર મળતા જ ACP આઈ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.
પોક્સોની કેસની તપાસ માટે જતા હતા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ સોલંકી સાથે પોકસોની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી વાહન લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો.
ગુજરાત પોલીસ હરિયાણા પોલીસના સંપર્કમાં આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસ બેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
3ના મોત અને PSI ઈજાગ્રસ્ત રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા પોલીસ કર્મચારીઓ સાથે આ ઘટના બની છે અને હરિયાણા નજીક આ બનાવો બનતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પીએસઆઇની સારવાર ચાલી રહી છે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *