શિંદે પછી કોમેડિયન કુણાલની નાણામંત્રી પર પેરોડી:કહ્યું- કમાણી લૂંટવા સાડીવાળી દીદી આવી, નામ નિર્મલા તાઈ; પોલીસે બીજો સમન્સ મોકલ્યો
કોમેડિયન કુણાલ કામરાએ બુધવારે એક નવો વીડિયો પોસ્ટ કર્યો. આમાં તેણે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો છે. કુણાલે પેરોડી ગીતમાં ગાયું હતું કે, સાડી પહેરેલી બહેન લોકોની સેલેરી લૂંટવા આવી છે અને તેનું નામ નિર્મલા તાઈ છે.
કુણાલે 5 દિવસમાં આવા 3 વીડિયો પોસ્ટ કર્યા છે. અગાઉ, 36 વર્ષીય સ્ટેન્ડ-અપ કોમેડિયને 22 માર્ચે તેના શોમાં એકનાથ શિંદેના રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો હતો. કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતની પેરોડી કરી હતી જેમાં શિંદેને ગદ્દાર કહેવામાં આવ્યા હતા.
આ પછી, શિંદે સમર્થકોએ તે હોટલમાં તોડફોડ કરી જ્યાં શો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પછી કુણાલ વિરુદ્ધ આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસે આજે જ તેને બીજું સમન્સ મોકલ્યું છે કારણ કે તે પહેલા સમન્સ પર હાજર થયો ન હતો. તેના વકીલે 7 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ પોલીસે તેને સમય આપ્યો ન હતો.
કુણાલ કામરાએ 25 માર્ચે સોશિયલ મીડિયા પર બીજું એક નવું પેરોડી ગીત પોસ્ટ કર્યું. તેણે ‘હમ હોંગે કામયાબ’ લાઇન બદલીને ‘હમ હોંગે કંગાલ એક દિન’ કરી.
કુણાલ કામરાનું નવું પેરોડી ગીત
Courtesy: Divya Bhaskar