વલસાડના ઉમરગામમાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, પોલીસ તપાસ શરૂ
Updated: Mar 27th, 2025
Valsad News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન વલસાડ જિલ્લામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઉમરગામના સોળસુંબા ગામે પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. જોકે, પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.
Courtesy: Gujarat Samachar