વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ, 200થી 300 કલાકારોને વિધાનસભાનું આમંત્રણ
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Vikram Thakor News: થોડા દિવસો પહેલાં વિધાનસભામા6 યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. આ મામલો ગુજરાત રાજ્ય, રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતાં હવે સરકારે વિક્રમ ઠાકર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 26-27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Courtesy: Gujarat Samachar