બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે
Updated: Apr 18th, 2025
GS TEAM
Murshidabad Violence: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે શુક્રવારે મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેઓ તેમને મળવા માટે માલદા જિલ્લાની એક રાહત શિબિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીડિતોની ફરિયાદ સાંભળી અને તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું. રાજ્યપાલના અનુસાર, મહિલાઓએ જણાવ્યું કે, ‘તેમને ધમકાવવામાં આવી અને ટોળું તેમના ઘરમાં ઘુસી આવ્યું. એટલું જ નહીં, તેમની સાથે મારપીડ કરવામાં આવી અને અપશબ્દો પણ કહ્યા.’
રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, ‘મેં આ કેમ્પમાં રહેતા પરિવારો સાથે મુલાકાત કરી. તેમની સમસ્યાઓને વિસ્તારથી સાંભળી અને ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે મને જણાવ્યું કે, તેઓ શું ઇચ્છે છે. નિશ્ચિત રીતે તેને લઈને એક્શન લેવાશે.’
Source: Gujarat Samachar | Language: Gujarati