પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો
Updated: Apr 23rd, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જીંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ વાતનું દુખ છે. હું તે પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમને પોતાના પરિજનોનો ગુમાવ્યા…. અમારી આતંકવાદ પ્રત્યે જીરો ટૉલરેન્સની નીતિ છે.
હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષિતો સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને જલ્દી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, તે હું દેશને આશ્વસ્ત કરવા માગુ છું.’
Source: Gujarat Samachar | Language: Gujarati