ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો પણ અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી
મારી પ્રોફાઈલ
Updated: Mar 26th, 2025
Vikram Thakor News: થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે) વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે. પરંતુ વિક્રમ ઠાકોર પહોંચશે કે કેમ તે અંગે કન્ફોર્મેશન નથી.
Courtesy: Gujarat Samachar