‘કાશ્મીર નહીં પણ સરકાર-સિક્યોરિટી સામે વાંધો…’, આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. આ આતંકી હુમલાનો ભોગ બનેલા સુરતના શૈલેષભાઈ કળથીયાની આજે (24મી અપ્રિલ) સવારે અંતિમ યાત્રા નીકળી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, ‘કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.’
Source: Gujarat Samachar | Language: Gujarati