એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ
Updated: Mar 28th, 2025
આણંદથી દાહોદ રૂટની બસ સેવાલિયા ઉભી હતી
દાહોદ રૂટની બસનો સમય અન્ય મહિલા કંડક્ટરને પૂછવા બાબતે મામલો બિચક્યો
કઠલાલમાં ઉર્મિલાબહેન રોહિત એસટી બસમાં કંડક્ટર તરીકે આણંદથી દાહોદ એક્સપ્રેસ રૂટમાં ફરજ પર હતા. ૨૪ માર્ચે તેઓ પોતાની બસના ડ્રાઇવર રાજકમલભાઇ ચૌહાણ સાથે દાહોદના રૂટમાં ગયા હતા. આણંદ પરત આવતા સેવાલીયા નાસ્તો કરવા બસ ઉભી હતી.ઉર્માલાબહેને અન્ય મહિલા કંડક્ટરને દાહોદની બસ ઉપડવાનો સમય પૂછ્યો હતો અને મહિલા કંડક્ટરે કહ્યુ કે, મને ખબર નથી.
Courtesy: Gujarat Samachar