અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ: મોહન ભાગવત
Updated: Apr 26th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ દેશ પાકિસ્તાન વિરૂદ્ધ રોષમાં છે. આ મામલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો એ જ અમારો ધર્મ છે.’
ભાગવતે કહ્યું કે, ‘અત્યાચારીઓને પાઠ ભણાવવો હિંસા નથી પણ અહિંસા છે. અહિંસા આપણો ધર્મ છે, પરંતુ અત્યાચાર કરનારાઓને ધર્મ શીખવવો પણ જરૂરી છે. આપણે ક્યારેય આપણા પડોશીઓને નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં જો તે સતત ખોટા રસ્તા પર ચાલે તો રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું રક્ષણ કરે. રાજા પોતાનું કામ કરશે.’
Source: Gujarat Samachar | Language: Gujarati