અમેરિકાના અલ્ટિમેટમની અસર? પુતિન પહેલીવાર યુક્રેન સાથે શાંતિવાર્તા માટે તૈયાર
Updated: Apr 22nd, 2025
GS TEAM
Russia Ukraine war : રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે તેને લઈને હજુ સુધી અસમંજસતા છે. એવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
પુતિને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈસ્ટરને ધ્યાને રાખી 30 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જે બાદ 20મી એપ્રિલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. રશિયા અને યુક્રેન બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. પુતિને જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી ત્યારથી જ યુક્રેને આ જાહેરાતને એક નાટક ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુદ્ધવિરામ કરશે તો અમે શાંત રહીશું પણ જો હુમલો થયો હતો જવાબ જરૂર મળશે.
Source: Gujarat Samachar | Language: Gujarati