સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર
Updated: Apr 19th, 2025
GS TEAM
Supreme Court vs Parliament : દેશના વિવિધ રાજ્યોમાં વક્ફ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ રહી છે. જોકે આ મામલે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. સત્તાપક્ષ ભાજપના નેતાઓ હવે ભારતના ચીફ જસ્ટિસ સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે. એવામાં ધીમે ધીમે દેશમાં સરકાર VS ન્યાયપાલિકા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં જ દેશના ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પર કઠોર ટિપ્પણી કરી હતી, હવે ભાજપ સાંસદ નિશિકાંત દુબે કહી રહ્યા છે કે ભારતમાં ‘ગૃહયુદ્ધ’ માટે ચીફ જસ્ટિસ જવાબદાર છે.
કાયદા બનાવવાનો અધિકાર સંસદ પાસે: નિશિકાંત દુબે
Source: Gujarat Samachar | Language: Gujarati