VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત
Updated: Apr 21st, 2025
GS TEAM
PM Narendra Modi US Vice President JD Vance Meeting : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ ચાર દિવસના પ્રવાસ દરમિયાન ભારત આવ્યા છે. આજે તેઓ સવારે દિલ્હીના પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતમાં તેમને ગોર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું છે. ભારત આવેલા વેન્સ પહેલા જ દિવસે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરવા માટે વડાપ્રધાન નિવાલસ્થાને પહોંચ્યા હતા. વેન્સની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગથી નવી તકો ઉભી કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
Source: Gujarat Samachar | Language: Gujarati