VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
Updated: Apr 26th, 2025
GS TEAM
Rahul Gandhi Speech in Bharat Summit : લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે તેલંગાણામાં ભારત શિખર સંમેલન-2025માં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર દેશમાં નફરત અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો દૃષ્ટિકોણ પ્રેમ, સ્નેહ અને લોકોનો અવાજ સાંભળવા પર આધારિત છે. તેમણે તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમણે લોકોની વાત સાંભળીને એક નવો રાજકીય દૃષ્ટિકોણ શીખ્યો છે. આધુનિક રાજકારણમાં, લોકોનો અવાજ સાંભળવો અને તેમની સાથે જોડાવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
Source: Gujarat Samachar | Language: Gujarati