પહલગામ આતંકી હુમલાનો નવો VIDEO, બેફામ ગોળીઓ વરસાવતો આતંકી કેમેરામાં કેદ
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. આ દરમિયાન આતંકવાદીઓના હુમલાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને કત્લેઆમ મચાવતાં જોઈ શકાય છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે આતંકવાદીઓના હાથમાં ઑટોમેટિક ગન છે અને તે પહલગામ ગ્રાઉન્ડમાં પ્રવાસીઓ પર હુમલો કરી રહ્યો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી દીધી અને ઘણા લોકોને ઘાયલ કર્યા.
Source: Gujarat Samachar | Language: Gujarati