VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની
Updated: Apr 23rd, 2025
GS TEAM
Lt. Vinay Narwal Martyred In Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત નીપજ્યા છે. પહલગામ આતંકી હુમલામાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લેફ્ટનન્ટ વિનયના પત્નીએ આજે બુધવારે (23 એપ્રિલ, 2025) ભાવભીની વિદાઈ આપી છે. આ દરમિયાન લેફ્ટનન્ટ વિનયના પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડે પડે છે અને સેલ્યુટ કરીને જય હિંદ બોલતા કહે છે કે, ‘અમને તમારા પર ગર્વ રહેશે.’ તમને જણાવી દઈએ કે, લેફ્ટનન્ટ વિનય અને તેમના પત્ની ગત 16 એપ્રિલ, 2025ના રોજ લગ્ન થયા હતા. બંને પતિ-પત્ની હનીમૂન મનાવવા માટે પહલગામ ગયા હતા. તેવામાં ગઈકાલે મંગળવારે આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ લેફ્ટનન્ટ વિનયને ગોળી મારી હતી. આ ઘટનામાં લેફ્ટનન્ટ વિનયના મૃતદેહ પાસે પત્ની બેઠી હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
Source: Gujarat Samachar | Language: Gujarati