VIDEO : કેનેડાના વાનકુવરમાં લેપુ-લેપુ ફેસ્ટિવલમાં ભીડ પર કાર ફરી વળી, અનેકના મોતની આશંકા
Updated: Apr 27th, 2025
GS TEAM
Vancouver Lapu Festival Car Accident: કેનેડાના વાનકુવર શહેરમાં લેપુ લેપુ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન લોકોની ભીડ પર પૂરપાટ દોડતી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને પકડી પાડ્યો છે.
Source: Gujarat Samachar | Language: Gujarati