VIDEO: નર્મદે હર..ના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ, દેશભરમાંથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
Updated: Mar 29th, 2025
Uttarvahini Parikrama : વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. આજે શનિવારે (29 માર્ચ, 2025)થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઈ છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પ્રસંગે સંત સાંવરિયા મહારાજ, સાધુસંતો અને નર્મદા પરિક્રમામાં આવેલા ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય કરીને યાત્રાનો શુભારંભ કર્યો હતો. જ્યારે પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.
નર્મદામાં આજે શનિવારથી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. પરિક્રમાને લઈને જિલ્લા વહીવટીતંત્રએ ટેન્ટ અને રેલિંગની વ્યસ્થા કરવામાં આવી છે. જ્યારે પરિક્રમમાં કોઈ અનિચ્છિનિય ઘટના ન બને તે માટે પોલીસ અને તરવૈયાઓ નદી કિનારે સજ્જ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ‘પરિક્રમાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. આકસ્મિત સ્થિતિને લઈને સ્પીડ બોટ્સ પણ તૈનાત છે.’
Courtesy: Gujarat Samachar