VIDEO : યમનમાં હુથી વિદ્રોહીઓ પર અમેરિકાનો ભયાનક હવાઈ હુમલો, 74ના મોત, 171 ઈજાગ્રસ્ત
Updated: Apr 18th, 2025
GS TEAM
America Air Strike on Houthis : અમેરિકાએ યમનના રાસ ઈસા તેલ બંદર પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 74 લોકોના મોત અને 171 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી યમનમાં સક્રિય હુથી વિદ્રોહીઓએ આપી છે. માહિતી મુજબ, આ હુમલો ગુરુવાર મોડી રાત્રે (18 એપ્રિલ, 2025) એક બંદર પર કરાયો હતો. બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક હવાઈ હુમલા થતા મોટી જાનહાનિ થઈ છે.
બંદર કામ કરી રહેલા અનેક લોકો હુમલાનો શિકાર બન્યા
Source: Gujarat Samachar | Language: Gujarati