US: ગેરકાયદે વસાહતીઓને ધરપકડથી બચાવવાના આરોપમાં FBI એ મહિલા જજની જ ધરપકડ કરી
Updated: Apr 27th, 2025
GS TEAM
USA News : અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે ઇમિગ્રેશનને લઈને ચાલતો ગજગ્રાહ ફરીથી પ્રકાશમાં આવ્યો છે. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ ગેરકાયદે વસાહતીને ઇમિગ્રેશન સત્તાવાળાઓની ધરપકડ ટાળવામાં મદદ કરવા બદલ મિલ્વોકીના જજની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. જજની ધરપકડ ભાગ્યે જ થતી હોવાથી આ ઘટના મોટાપાયા પર ચર્ચાનો વિષય બની છે ડેમોક્રેટ્સે તેની આકરી ટીકા કરતાં તેને લોકશાહી મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો છે.
આ આખું પ્રકરણ વિસ્કોન્સિન રાજ્યમાં મિલ્વોકીનું છે. એફબીઆઈએ મિલ્વોકી કાઉન્ટીના સર્કિટ જજ હન્ના ડુગનની ધરપકડ કરી છે. તેમના પર ઇમિગ્રેશનની કાર્યવાહી અવરોધવાનો અને ગેરકાયદે વસાહતીને ધરપકડથી બચવામાં મદદ કરવાનો આરોપ છે.
Source: Gujarat Samachar | Language: Gujarati