UAEમાં હિન્દુઓને ધર્મનું પાલન કરવાનો અધિકાર મળ્યો, મહિલાઓને પણ અનેક સ્વતંત્રતા: નવો પર્સનલ લૉ લાગુ
Updated: Apr 16th, 2025
GS TEAM
UAE New Personal Status Law: યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે 15 એપ્રિલથી લાગુ થયા છે. જેમાં હિન્દુઓ સહિત નોન મુસ્લિમને હક આપવામાં આવ્યો છે. તેમજ લગ્ન-સંપત્તિ જેવા પર્સનલ લૉમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ, અને બાળકોની કસ્ટડી જેવા કિસ્સામાં નોન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિક નાગરિકોને રાહત તથા સમાનતા આપવામાં આવી છે. વધુમાં મહિલાઓના અધિકારોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય નોન-મુસ્લિમો જે યુએઈએમાં વસે છે. તેઓને પોતાની પરંપરાઓ અને માન્યતાઓની સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં કરવામાં આવેલા સુધારાઓ ત્યાંના પ્રત્યેક નાગરિક અને રહેવાસી પણ લાગુ થાય છે. પરંતુ નવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત નોન-મુસ્લિમ લોકોને અમુક છૂટ આપવામાં આવી છે કે, તેઓ પોતાના દેશા કાયદા અને પોતાની માન્યતા-પરંપરા મુજબ અન્ય વિકલ્પ પસંદ કરી શકે છે.
Source: Gujarat Samachar | Language: Gujarati