Grahak Chetna

"Your Voice, Your Power!"

SURAT BOMB THREAT ACCUSED2

સુરત શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો નનામાં કોલ કરવાની ઘટના ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી, અચાનક આવેલા કોલ ને પગલે પોલીસ વિભાગ દોડતું થયું હતું ગઈકાલે સાંજે આવેલા આ કોલ બાદ આજે જ સવારે પોલીસે એક વ્યક્તિની આ કોલ કરવા ના મામલે ધડ પકડ કરી છે, પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે પોલીસને હેરાન કરવાના ઇરાદે આ કોલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ઝોન બે ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે સુરત શહેર પોલીસના કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું હતું કે શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં રાત્રે 11 અને 55 મિનિટે બોમ્બ બ્લાસ્ટ થશે, રોકી શકો તો રોકી લો. ફોન કોલ આવતા ની સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અલગ અલગ બ્રાન્ચની ટીમો એક્શનમાં આવી હતી, પોલીસે જે મોબાઈલ પરથી કોલ આવ્યો હતો, તેને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી હતી, ફોન કરનાર વ્યક્તિ ઉધના વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા પોલીસે ઉધના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પોલીસ ટેકનિકલ સર્વેન્સના આધારે અશોક કુમાર ફતેહ બહાદુરસિંહ સુધી પહોંચી હતી, અશોકકુમાર એ જ વ્યક્તિ અંદર જેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બોમ્બ અંગે જણાવ્યું હતું, જેથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી, પૂછપરછમાં તેને ફોન કર્યાની કબુલાત કરી હતી, સાથે જ એવું પણ જણાવ્યું હતું કે પોલીસ ને હેરાન પરેશાન કરવા માટે તેને આ કોલ કર્યો હતો, આ તબક્કે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં આ પ્રકારે ફોન કરીને ખોટી રીતે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેથી હવે પછી કોઈપણ વ્યક્તિ આવી ટીખળ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ : ભગીરથ ગઢવી ડીસીપી ઝોન બે સુરત શહેર પોલીસ
Spread the love

સુરત શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો નનામાં કોલ કરવાની ઘટના ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી, અચાનક આવેલા કોલ ને પગલે પોલીસ વિભાગ દોડતું થયું હતું ગઈકાલે સાંજે આવેલા આ કોલ બાદ આજે જ સવારે પોલીસે એક વ્યક્તિની આ કોલ કરવા ના મામલે ધડ પકડ કરી છે, પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે પોલીસને હેરાન કરવાના ઇરાદે આ કોલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ઝોન બે ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે સુરત શહેર પોલીસના કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું હતું કે શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં રાત્રે 11 અને 55 મિનિટે બોમ્બ બ્લાસ્ટ થશે, રોકી શકો તો રોકી લો. ફોન કોલ આવતા ની સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અલગ અલગ બ્રાન્ચની ટીમો એક્શનમાં આવી હતી, પોલીસે જે મોબાઈલ પરથી કોલ આવ્યો હતો, તેને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી હતી, ફોન કરનાર વ્યક્તિ ઉધના વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા પોલીસે ઉધના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પોલીસ ટેકનિકલ સર્વેન્સના આધારે અશોક કુમાર ફતેહ બહાદુરસિંહ સુધી પહોંચી હતી, અશોકકુમાર એ જ વ્યક્તિ અંદર જેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બોમ્બ અંગે જણાવ્યું હતું, જેથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી, પૂછપરછમાં તેને ફોન કર્યાની કબુલાત કરી હતી, સાથે જ એવું પણ જણાવ્યું હતું કે પોલીસ ને હેરાન પરેશાન કરવા માટે તેને આ કોલ કર્યો હતો, આ તબક્કે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં આ પ્રકારે ફોન કરીને ખોટી રીતે ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેથી હવે પછી કોઈપણ વ્યક્તિ આવી ટીખળ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

બાઈટ : ભગીરથ ગઢવી ડીસીપી ઝોન બે સુરત શહેર પોલીસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *