RAJKOT AYUSHMAN CARD SCAM

રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ આચરવાના આરોપસર આરોગ્ય વિભાગે કડક પગલા ભર્યા છે.. જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલને 6.50 કરોડથી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વપૂર્ણ છે કે નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે હાંસલ કરી હતી. તેમજ તેમણે સ્વસ્થ બાળકોને બિમાર બતાવ્યા હતા. હાલ આ હોસ્પિટલને દંડ સાથે આયુષ્યમાન યોજનાના સરકાર સાથેના કરારની યાદીમાંથી હોસ્પિટલનું નામ હટાવી દેવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *