PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ
Updated: Apr 17th, 2025
GS TEAM
India On Pak Army chief Remarks: પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે બુધવારે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે. ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને કહ્યું કે, ‘કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાનને તેની સાથે કોઈ લેવાદેવા નથી.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘પાકિસ્તાનનો કાશ્મીર પ્રત્યે એકમાત્ર સંબંધ ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશને ખાલી કરવાનો છે. કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે?’ ભારતીય વિદેશ મંત્રાલયનું આ નિવેદન પાકિસ્તાનના તે વલણ પર જોરદાર હુમલો છે જેમાં તે કાશ્મીરને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.
Source: Gujarat Samachar | Language: Gujarati