આજે PBKS vs RCB: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ટક્કર, જુઓ LIVE સ્કોર
Updated: Apr 20th, 2025
GS TEAM
IPL 2025: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
હાલની IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં સાત-સાત મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન પંજાબે પાંચ મેચ જીતી હતી. જ્યારે બેંગલુરુએ ચાર મેચ જીતી છે. 18 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે એક મેચ પણ રમાઈ હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો.
Source: Gujarat Samachar | Language: Gujarati