Grahak Chetna

"Your Voice, Your Power!"

PANCHMAHAL NEET EXAM AAROPI1

પંચમહાલ પોલીસ દ્વારા ગોધરાના ચકચારી NEET પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી, પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા રહેલી છે. વી.ઓ. : તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી નજીકની જય જલારામ સ્કૂલના NEET પરીક્ષાકેન્દ્ર પર ચોરી કરાવવાના પ્રકરણનો પર્દાફાશ થયો હતો, પોલીસ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની વડોદરા ખાતેથી અટકાયત કરવામાં આવી હતી, જેના રિમાન્ડ મેળવીને અન્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, પોલીસ દ્વારા બંને આરોપીઓના રહેણાંક મકાનો તેમજ આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને આરોપીઓ મળી આવ્યા ન હતા, એલસીબી પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે બંને આરોપીઓ ગુજરાત રાજ્ય છોડીને રાજસ્થાનના બાંસવાડા ખાતે હોવાની બાતમી મળી હતી, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાંસવાડા ખાતે જઈને બંને આરોપીઓને દબોચી લીધા હતા, પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વોરાની કાર સાથે અટકાયત કરવામાં આવી હતી, બંને આરોપીઓને પોલીસવડાની કચેરી ખાતે લાવીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનિય છેકે સમગ્ર કૌભાંડમાં પરશુરામ રોય સિવાય અન્ય કયા ક્યા આરોપીઓ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે, તેમજ અન્ય અગત્યના પુરાવાઓ એકત્રિત કરવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાઈટ : હિમાંશુ સોલંકી, જિલ્લા પોલીસવડા, પંચમહાલ.
Spread the love

પંચમહાલ પોલીસ દ્વારા ગોધરાના ચકચારી NEET પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી, પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા રહેલી છે.
વી.ઓ. : તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી નજીકની જય જલારામ સ્કૂલના NEET પરીક્ષાકેન્દ્ર પર ચોરી કરાવવાના પ્રકરણનો પર્દાફાશ થયો હતો, પોલીસ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની વડોદરા ખાતેથી અટકાયત કરવામાં આવી હતી, જેના રિમાન્ડ મેળવીને અન્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, પોલીસ દ્વારા બંને આરોપીઓના રહેણાંક મકાનો તેમજ આશ્રયસ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને આરોપીઓ મળી આવ્યા ન હતા, એલસીબી પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે બંને આરોપીઓ ગુજરાત રાજ્ય છોડીને રાજસ્થાનના બાંસવાડા ખાતે હોવાની બાતમી મળી હતી, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાંસવાડા ખાતે જઈને બંને આરોપીઓને દબોચી લીધા હતા, પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વોરાની કાર સાથે અટકાયત કરવામાં આવી હતી, બંને આરોપીઓને પોલીસવડાની કચેરી ખાતે લાવીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનિય છેકે સમગ્ર કૌભાંડમાં પરશુરામ રોય સિવાય અન્ય કયા ક્યા આરોપીઓ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે, તેમજ અન્ય અગત્યના પુરાવાઓ એકત્રિત કરવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બાઈટ : હિમાંશુ સોલંકી, જિલ્લા પોલીસવડા, પંચમહાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *