પહલગામ આતંકી હુમલા અંગે Newyork Times ની હેડલાઈન વિવાદમાં, અમેરિકન સરકારે સુધારી
Updated: Apr 25th, 2025
GS TEAM
New York Times over Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) વિવાદમાં ફસાઈ ગયું છે. અખબારે તેના એક અહેવાલમાં આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ માટે ‘મિલિટન્ટ’ એટલે કે ઉગ્રવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જેના કારણે યુએસ સાંસદ સમિતિ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી. આ સાથે જ સાંસદ સમિતિએ NYT પર ‘ગનમેન’ અથવા ‘ઉગ્રવાદીઓ’ જેવા શબ્દો વાપરીને પહલગામ હુમાલાની ગંભીરતાને ઓછી આંકાવાનો આરોપ લગાવ્યો છે.
Source: Gujarat Samachar | Language: Gujarati