NARMADA KARJAN DAM OVERFLOW
નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના 3 ગેટ 1.6 મીટર ખોલી કરજણ નદીમાં 19,035 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઉપરવાસ દેડીયાપાડા અને સાગબારામાં સારો વરસાદ પડતાં પાણીની 14,915 ક્યુસેક આવક થઈ રહી છે. નર્મદા જિલ્લાના હજરપર, ધાનપોર, ભદામ સહિત 16 ગામો સાવચેત કરાયા છે.
હાલ કરજણ ડેમમાં લાઈવ સ્ટોરેજ 322.88 MCM સંગ્રહિત છે, જેનાથી આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા મળશે. ડેમની પાણીની હાલની સપાટી 107.84 મીટર પર પહોંચી છે. રૂલ લેવલ પર પહોંચતાં કરજણ ડેમના ત્રણ ગેટ ખોલી ને પાણીની જાવક 19,035 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઇ છે.
બાઈટ:
જયેશ દોશી
#નર્મદા #કરજણડેમ #જળસપાટી #ડેમખોલવા #પીવાનાંપાણી #સિંચાઇ #Narmada #KarjanDam #WaterLevel #DamOpening #DrinkingWater #Irrigation