IPL: રોહિત અને સૂર્યાની જબરદસ્ત ઈનિંગ, મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું
Updated: Apr 20th, 2025
GS TEAM
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં 9 વિકેટ બાકી રહેતા પોતાના ઘરઆંગણે મેચ જીતી લીધી. મુંબઈની ટીમે હવે જીતની હેટ્રિક ફટકારીને પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈની જીતના હીરો હતા, બંનેએ શક્તિશાળી અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને 63 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી. રિકેલ્ટન 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી અને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને વિકેટ માટે તરસતા રહ્યા. રોહિત અને સૂર્યા વચ્ચે 114 રનની ભાગીદારી થઈ. સ્પિનરોનું કંગાળ પ્રદર્શન ચેન્નાઈ માટે મુશ્કેલીનું મૂળ કારણ બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સ્પિનરોએ 10 ઓવર ફેંકી હતી પરંતુ માત્ર એક જ વિકેટ લીધી હતી.
Source: Gujarat Samachar | Language: Gujarati