IPL: ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, જોસ બટલર સદી ચૂક્યો
Updated: Apr 19th, 2025
GS TEAM
IPL 2025: આઈપીએલ 2025ની 35મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. દિલ્હીએ ગુજરાતને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટમાં 204 રન બનાવીને જીત મેળવી લીધી.
બંને ટીમની ઈનિંગ
Source: Gujarat Samachar | Language: Gujarati