Grahak Chetna

"Your Voice, Your Power!"

GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં

Spread the love

Updated: Mar 30th, 2025

Health News: ગુજરાતમાં આરોગ્યની સેવાઓ કથળી રહી છે. એટલુ જ નહીં, એરોગ્ય વિભાગમાં કેટલી હદે પોલંપોલ ચાલી રહી છે તેનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગરીબ દર્દીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂરતુ ભંડોળ આપ્યું હોવા છતાંય ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડે દવાઓ માટે ખરીદી જ ન કરી. આ કારણોસર 1129 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી હતી. કેગના રિપોર્ટમાં જ એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન હોસ્પિટલોને દવાનો પૂરતો જથ્થો પૂરો પાડતું નથી. આ કારણોસર સરકારી હોસ્પિટલોમાં દવા ન અપાતાં ગરીબ દર્દીઓને નાછૂટકે મેડિકલ સ્ટોર પર નાણાં ખર્ચને દવાઓ ખરીદવી પડી રહી છે. 
ગરીબ દર્દીની દવા પાછળ 78 ટકા જ ગ્રાન્ટ વપરાઈ
ખરીદીની જવાબદારી ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના માથે છે. દર્દીઓની દવાની ખરીદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પૂરતુ ફંડ આપ્યુ હતું. દવા ખરીદવા માટે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ પાસે 5240 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ હતું પણ 4111 કરોડ રૂપિયા જ ખચ્યાઁ  હતાં. દવા પાછળ 78 ટકા જ ગ્રાન્ટ વપરાઈ હતી. વર્ષ 2005માં દવાની ખરીદીની એક નીતિ બનાવાઈ હતી. જરૂરી દવાઓની યાદી તૈયાર કરવી અને ખરીદી કરવા માટે એક કમિટી પણ બનાવાઈ છે. સરકારી હોસ્પિટલોની જરૂરિયાત મુજબ દવાઓનો જથ્થો આપવાનો હોય છે. 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *