Editor’s View: દેશમાં અને વિદેશમાં ઘેરાયાં દીદી:નાક કોનું કપાયું? ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું કે મમતાનું? અમિત શાહે સંસદમાં સપાટો બોલાવી સાણસામાં લીધાં
બ્રિટનમાં અને ભારતમાં બંને તરફથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘેરાયાં છે.
બ્રિટન: 27 માર્ચે બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીનું લેક્ચર હતું. લેક્ચરમાં વચ્ચે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓએ મમતા ગો બેક.. ના નારા લગાવ્યા. મમતા પણ ગાંજ્યા જાય એવાં નથી. એમણે કહ્યું, હું બંગાળી વાઘણ છું, પાછી આવીશ.
ભારત: 27 માર્ચે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ મમતા સરકાર પર ગર્જ્યા હતા. ઈમિગ્રેશન બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશથી જે ઘૂસણખોરો આવે છે તેને પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર આશરો આપે છે અને આધારકાર્ડ પણ નીકળી જાય છે.
નમસ્કાર,
આવતા વર્ષે 2026માં બંગાળમાં ચૂંટણી આવી રહી છે. બંગાળમાં મમતા છે ત્યાં સુધી કોઈનો ગજ વાગ્યો નથી. ગઈ ચૂંટણી વખતે સંદેશખાલી વિવાદ થયો હતો. એ પછી એમ.જી.કર હોસ્પિટલનો રેપ કેસ ગાજ્યો. હવે આવતા વર્ષે બંગાળ કબજે કરવા ભાજપે મમતા સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ બ્રિટનની કોલેજમાં મમતા સામે ઉહાપોહ થતાં મમતાએ શાનમાં જવાબ આપ્યો કે, હું રોયલ બંગાળ ટાઈગર જેવી છું.
Courtesy: Divya Bhaskar