Editor’s View: કેશકાંડ પર સુપ્રીમ સવાલ:બળેલી નોટો ને જસ્ટિસ વર્માની 5 ચોખવટ, છોકરીનાં ગુપ્તાંગ સાથે અડપલાં એ રેપ નથી, અલાહાબાદ હાઇકોર્ટ સાથે જોડાયેલા બે વિવાદની વાત
અલાહાબાદ હાઈકોર્ટ સાથે જોડાયેલા બે વિવાદની વાત…
બધા જાણે જ છે કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના બંગલાના કમ્પાઉન્ડમાં આવેલા સ્ટોરરૂમમાંથી 500-500 રૂપિયાની અર્ધ સળગી ગયેલી નોટો મળી આવી. એવું કહેવાય છે કે આ રકમ અંદાજે 15 કરોડ રૂપિયા જેટલી હતી. આ ઘટનાથી જસ્ટીસ વર્મા સામે આંગળી ઉઠી રહી છે અને ન્યાયતંત્ર પર સવાલો ઊભા થવા લાગ્યા છે. જસ્ટીસ વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી પણ તેનો વકીલોએ વિરોધ કર્યો.
બીજો વિવાદ એક ચૂકાદાને લઈને છે. અલાહાબાદ હાઈકોર્ટે હમણાં એવો ચૂકાદો આપ્યો હતો કે, સગીર વયની છોકરી સાથે ગુપ્ત જગ્યાએ અડપલાં કરવા અને પાયજામાની નાડુ છોડવી એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ નથી. અલાહાબાદ હાઈકોર્ટના આ ચૂકાદાથી દેશભરમાં વિરોધ વંટોળ ઊભો થયો. વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે કરેલી ટિપ્ણી અસંવેદનશીલ અને અમાનવીય છે.
નમસ્કાર,
દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના સરકારી બંગલામાં લાગેલી આગથી વિવાદનો ધૂમાડો ઉઠ્યો છે. આવી તપાસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ કરાવી રહ્યા છે. ત્રણ જજની પેનલે 45 મિનિટ સુધી જસ્ટીસ વર્માના બંગલાની તપાસ કરી લીધી છે. હવે આ પેનલના રિપોર્ટ પર બધાની નજર છે.
Courtesy: Divya Bhaskar