BIG NEWS: યુક્રેન સાથે બિનશરતી શાંતિવાર્તા માટે પુતિન તૈયાર, અમેરિકાના પ્રયાસ રંગ લાવશે?
Updated: Apr 26th, 2025
GS TEAM
Russia Ready for Unconditional Talks with Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ પ્રયાસ કર્યા, પરંતુ અત્યાર સુધી સફળતા મળી નહીં. જોકે હવે બંને દેશો વચ્ચે શાંતિ થશે તેવી આશાનું એક કિરણ દેખાયું છે. રશિયાએ શનિવારે કહ્યું છે કે તે કોઈ પણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના એમ્બેસેડર સાથેની બેઠકમાં આ માટે સહમતી દર્શાવી છે. ક્રેમલીનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું છે કે, ટ્રમ્પના દૂત વિટકોફ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું છે કે તેઓ કોઈ પણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
ટ્રમ્પ પુતિનથી નારાજ
Source: Gujarat Samachar | Language: Gujarati