BIG NEWS: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી, અનંતગામમાં 175ની અટકાયત
Updated: Apr 26th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે 175 સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
અનેક સ્થળો પર દરોડા
Source: Gujarat Samachar | Language: Gujarati