AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું
Updated: Apr 17th, 2025
GS TEAM
CBI Raid on AAP Leader Durgesh Pathak Home: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. આ દરોડા અંગે AAPએ આરોપ લગાવ્યો છે કે, દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે.
CBIએ જણાવ્યું કારણ
Source: Gujarat Samachar | Language: Gujarati