પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં
Updated: Apr 25th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના મામલે ગાંદરબલ જિલ્લાની પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ફોટો મામલે શંકાસ્પદ ખચ્ચરવાળાની ઓળખ કરી, તેને કસ્ટડીમાં લીધો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક મહિલા પર્યટકનો વીડિયો વાયરલ થયો હતો. તેણીએ વીડિયોમાં એક શંકાસ્પદ ફોટો દેખાડ્યો હતો અને તે વ્યક્તિએ તેણીને ધર્મ સંબંધીત સવાલો પૂછ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
શંકાસ્પદ વ્યક્તિ ખચ્ચર ચાલક હોવાનો ખુલાસો
Source: Gujarat Samachar | Language: Gujarati