કર્ણાટકના CMનું નિવેદન પાકિસ્તાની સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા વિવાદ, ભાજપે ક્લિપ શેર કરી
Updated: Apr 27th, 2025
GS TEAM
Karnataka CM Siddaramaiah’s Statement Headline In Pakistani Media : પહલગામ હુમલા અંગે નિવેદન કરનાર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ભારે વિવાદમાં ફસાયા છે. તેમનું નિવેદન પાકિસ્તાનના સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા ચોતરફ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાની મીડિયાએ સિદ્ધારમૈયાના નિવેદનને જુદાં જ એન્ગલમાં છાપી દીધું છે, ત્યારબાદ તેઓ ભાજપના નિશાના પર આવી ગયા છે. બીજીતરફ વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા કરી છે કે, ‘મેં ક્યારેય એવું કહ્યું નથી કે યુદ્ધ ન કરવું જોઈએ. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.’
વિવાદ બાદ CM સિદ્ધારમૈયાએ સ્પષ્ટતા કરી
Source: Gujarat Samachar | Language: Gujarati