VIDEO : ભયાનક વિસ્ફોટ ને 3 સેકન્ડમાં કાટમાળમાં ફેરવાયા ઘર… પહલગામ હુમલા બાદ છ આતંકીના ઠેકાણા જમીનદોસ્ત
Updated: Apr 26th, 2025
GS TEAM
Pahalgam Terror Attack : પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓની કમર તોડવાનું શરૂ કરી દીધું છે. કુપવાડામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના આતંકવાદી ફારૂક અહમદનું મકાન બ્લાસ્ટ કરી ઉડાવી દીધું છે. આતંકી અહમદ હાલ પાકિસ્તાનમાં છુપાયેલો છે અને તે ત્યાંથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. પહલગામ હુમલા બાદ સેના દ્વારા આ છઠ્ઠી કાર્યવાહી કરાઈ છે.
આ 6 આતંકીના મકાનો જમીનદોસ્ત
Source: Gujarat Samachar | Language: Gujarati