‘પાણી રોકવું એ યુદ્ધના આહ્વાન સમાન’, ભારતના એક્શન બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર રોક લગાવી
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (22 એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું
Source: Gujarat Samachar | Language: Gujarati