ત્રણ હજાર કરોડના વેપારને અસર: વાઘા-અટારી બોર્ડર બંધ થતાં પાકિસ્તાનને થશે આ નુકસાન
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધી છે, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને 48 કલાકની અંદર ભારત છોડી દેવાના આદેશ આપી દીધા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત હવે પાકિસ્તાનમાં માલની નિકાસ બંધ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2024માં ભારતની પાકિસ્તાનમાં નિકાસ 1.21 બિલિયન ડોલરના પાંચ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.
આ વસ્તુઓ ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવે છે
Source: Gujarat Samachar | Language: Gujarati