પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન મિસાઈલ પરીક્ષણની તૈયારીમાં, ભારતની ચાંપતી નજર
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ તાબડતોડ નિર્ણયો લઈ રહી છે. પાકિસ્તાનના બહિષ્કાર વચ્ચે પાકિસ્તાન મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે પાકિસ્તાને નોટિફિકેશન જારી કરી છે. પાકિસ્તાને અરબ સાગર ક્ષેત્રમાં મિસાઈલ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. આ મિસાઈલ જમીન પર હુમલો કરનારી છે. જેનું પરીક્ષણ 24-25 એપ્રિલના રોજ કરાચી તટ પર થશે.
પાકિસ્તાને નોટિફિકેશન જાહેર કરી મિસાઈલ પરીક્ષણની માહિતી આપી હતી. ભારતની તપાસ એજન્સીઓએ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. આ મામલે ગૃહ મંત્રાલયના રૉ અને આઈબી ચીફના ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
Source: Gujarat Samachar | Language: Gujarati