પહલગામ હુમલાથી J&Kમાં 2.5 લાખની રોજી-રોટી જોખમમાં, 12000 કરોડના પ્રવાસ ઉદ્યોગને ફટકો
Updated: Apr 24th, 2025
GS TEAM
Jammu and Kashmir pahalgam attack News: જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલો હુમલો માત્ર સહેલાણીઓ ઉપર જ થયો હતો તેમ નથી. તે કાશ્મીર ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજી-રોટી ઉપરનો હુમલો છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્ર પરનો હુમલો છે. કાશ્મીર ખીણનાં અર્થતંત્રની કરોડરજ્જુ તૂટી જવાની છે, સમગ્ર ખીણ પ્રદેશ ગંભીર કટોકટીમાં મુકાઈ જવાનો છે. પ્રવાસીઓને મારવામાં આવેલી એકે એક ગોળી, કાશ્મીરનાં અર્થતંત્રને વર્ષો સુધી પાછુ ધકેલી દેશે.
આ હુમલા અંગે પાકિસ્તાને સફાઈ મારતાં કહ્યું છે કે, અમારે તેની સાથે કશી લેવા-દેવા નથી. તે હુમલો તો ત્યાંના સ્થાનિક આતંકીઓએ જ કર્યો હશે. તો પ્રશ્ન તે થાય છે કે : જેમની રોજી-રોટીનો આધાર જ પ્રવાસન ઉદ્યોગ પર છે, તેઓ આવા હુમલા શા માટે કરે ?
Source: Gujarat Samachar | Language: Gujarati