એપલ-મેટાને 6800 કરોડનો જંગી દંડ, ડિજિટલ સ્પર્ધાના નિયમ ભંગ બદલ યુરોપિયન કમિશનની કાર્યવાહી
Updated: Apr 24th, 2025
GS TEAM
Apple and Meta News : યુરોપિયન કમિશનના નિરીક્ષક ઇયુ પંચે ડિજિટલ સ્પર્ધાના નિયમનો ભંગ કરવા બદલ અમેરિકન કંપની એપલને 50 કરોડ યુરો (અંદાજે રૂ. 4874 કરોડ) અને મેટાને 20 કરોડ યુરો (અંદાજે રૂ.1949 કરોડ)નો દંડ ફટકાર્યો છે. એપલને એપ મેકર્સને તેના એપ સ્ટોરની બહારના સસ્તા વિકલ્પોનો ઉપયોગ ન થવા દેવા બદલ આ દંડ ફટકાર્યો છે. ઇયુના એક્ઝિક્યુટિવ એકમ કમિશને મેટા પ્લેટફોર્મને બે કરોડ યુરોનો દડ ફટકાર્યો.
મેટાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝ્ડ એડ જોવા અથવા તો તે ન જોવાનું પસંદ કરવા માટે પેમેન્ટની માગ કરી હતી.જો કે આ વખતે ફટકારવામાં આવેલા દંડ અગાઉના અબજો ડોલરના દંડ કરતાં ઓછો હતો. અગાઉ ઇયુએ મોટી ટેક કંપનીઓને એન્ટિ ટ્રસ્ટ કેસમાં અબજો ડોલરનો દંડ ફટકાર્યો હતો.
Source: Gujarat Samachar | Language: Gujarati