તુર્કિયેમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં
Updated: Apr 23rd, 2025
GS TEAM
Turkey Earthquake: તુર્કિયેના ઈસ્તંબુલમાં આજે 6.2 ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર ઈસ્તંબુલના મરમરા દરિયામાં હતું. હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. તુર્કિયેના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડન્સીએ આ અંગે માહિતી આપી હતી. જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું. 6.2ની તીવ્રતાના આ ભૂકંપમાં ઈસ્તંબુલ શહેરની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી.
2023માં પણ ભૂકંપે વેર્યો હતો વિનાશ
Source: Gujarat Samachar | Language: Gujarati