આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય
Updated: Apr 23rd, 2025
GS TEAM
PM Modi On Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા છે. તેમણે પરત ફરતી વખતે જ મોટો નિર્ણય લેતાં પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો છે. તેમણે પરત ફરતી વખતે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ આતંકી હુમલામાં અત્યારસુધીમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 17થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતાં. મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
PM મોદી મંગળવારે સાઉદી અરેબિયા ગયા હતાં. તે સમયે તેમણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના હવાઈ રૂટ મારફત સાઉદી અરેબિયા ગયા હતા. પરંતુ જેદ્દાહથી પરત ફરતી વખતે તેમણે પાકિસ્તાનના હવાઈ રૂટ પર ઉડાન ભરી ન હતી. વડાપ્રધાન IAF બોઈંગ 777-300 (K7067) પાકિસ્તાન, ઓમાનના હવાઈ માર્ગે સાઉદી અરેબિયા ગયા હતાં. પરંતુ પાછા ભારત ફરતી વખતે PMનું વિમાન ઓમાન બાદ સીધું ભારતની સરહદમાં પ્રવેશ્યું હતું. ગુજરાત, રાજસ્થાનના માર્ગે નવી દિલ્હી પહોંચ્યું હતું.
Source: Gujarat Samachar | Language: Gujarati