ચોખા બની રહ્યા છે ‘ઝેર’, ભારત-ચીન અને દ.પૂર્વ એશિયામાં વધારે પડતા ઉપયોગથી કેન્સરની ભીતિ
Updated: Apr 23rd, 2025
GS TEAM
– ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે, આ સીલસીલો ચાલુ રહેશે તો એકલા ચીનમાં જ 2050 સુધીમાં 1 કરોડ 93 લાખને કેન્સર થવાની ભીતિ
Rice and Cancer News : જે ચોખાને આપણે રોજેરોજ હોંશે-હોંશે ખાઈએ છીએ તે ઝેર બની રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં ઝેરી તત્વ આર્સેનિકની માત્રા ખતરનાક સ્તરે વધી રહી છે, તેથી કેન્સર થવાની ભીતિ ઉભી થાય છે.
Source: Gujarat Samachar | Language: Gujarati