LIVE: જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો, 25થી વધુના મોતની આશંકા, અમિત શાહ શ્રીનગર પહોંચ્યા
Updated: Apr 22nd, 2025
GS TEAM
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલામાં 25થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. પહેલગામા હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ હતા. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યા છે. આવતીકાલે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.
શ્રીનગર કંટ્રોલ રૂમ દ્વારા મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા
Source: Gujarat Samachar | Language: Gujarati