કોઈને પણ છોડાશે નહીં… પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું
Updated: Apr 22nd, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack Reaction : આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી ફરી જમ્મુ-કાશ્મીરને ધમધણાવી દીધું છે. આતંકીઓના જૂથે આજે પહલગામના બૈસરન ગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 20થી વધુ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આતંકીઓની આ નાપાક હરકતના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક નેતાઓએ પણ રોષ સાથે આતંકવાદીઓને ન છોડવા અને કડક કાર્યવાહી કરવા સહિતની પ્રતિક્રિયા આપી છે.
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો અત્યંત આઘાતજનક : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
Source: Gujarat Samachar | Language: Gujarati